Zee Sony Merger:Sony Groupએ 10 અબજ ડોલરની ડીલ તોડવાની કરી જાહેરાત, ZEELએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2024-01-22 18:12:59

Sony Groupએ હવે સત્તાવાર રીતે  Zee Entertainmentની સાથે 10 અબજ ડોલર ડીલ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. Sony Groupએ તેના ભારતીય બિઝનેશને  Zee Entertainment Enterprises (ZEEL) સાથે મર્જરનો પ્રસ્તાવ કર્યો હતો.  Sony Group Corporation દ્વારા તેની વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. 


Zeeના મેનેજમેન્ટએ શું કહ્યું?


કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટએ ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે મર્જરની ડીલ સમાપ્ત કરતા જ ઝીએ પણ જાપાનીઝ કંપની સોનીને કોર્ટમાં ઘસડી જવાની વાત કહીં છે. કંપનીએ કહ્યું કે તેણે આ ડીલ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. ઝીના એમ ડી અને સીઈઓ પુનીત ગોએન્કા પણ હોદ્દો છોડવા માટે તૈયાર હતા તેમ છતાં સોનીએ ડીલ તોડી નાખી છે. Zeeએ પણ તેનું એક નિવેદન જાહેર કર્યું કે  Sonyએ ડીલ રદ્દ કરતા તેણે એગ્રીમેન્ટના ઉલ્લંઘન માટે 90 મિલિયન ડોલરની ટર્મિનેશન ફી માંગી છે. Zeeએ  તે પણ કહ્યું કે તે Sonyના દાવાને ફગાવે છે, અને ઉપલબ્ધ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.  Sony Group દ્વારા આ ડીલ રદ્દ કરવા માટેના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે કેટલાક સમય પહેલા જ  Zee Entertainmentએ રેગ્યલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે તે Culver Max Entertainmentની સાથે 10 અબજ ડોલરની ડીલને સફળતાપૂર્વક પુરીની કરવાના પ્રયાસો કરી રહી છે. Culver Max Entertainmentનું જુનું નામ Sony Pictures Entertainment છે.


અગાઉ પણ ડીલ રદ્દ થવાની થઈ હતી ચર્ચા 


19 જાન્યુઆરીના રોજ ZEELએ કહ્યું કે અમે જણાવવા માગીએ છીએ કે Sonyની સાથે મર્જરને લઈ પ્રતિબધ્ધ છિએ. અણે આ પ્રસ્તાવને પુરો કરવા પર કામ કરી રહ્યા છિએ. આ સ્કીમને યોગ્ય રીતે અમલી કરવા માટે મર્જરને નક્કી કરેલી તારીખ સુધી આગળ વધારવા માટે અમે Sonyની સાથે ચર્ચા કરી રહ્યા છિએ. અગાઉ બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે Sony આ ડીલને રદ્દ કરવા પર વિચાર કરી રહી છે. બંને પાર્ટી વચ્ચે મર્જર બાદ નવી કંપનીમાં લીડરશિપને લઈ સહેમતિ બની રહી નહોંતી. 

 
વર્ષ 2021માં શરૂ થઈ હતી ડીલ પર વાતચીત


વર્ષ 2021માં બંને કંપનીઓ વચ્ચે લગભગ 10 અબજ ડોલરની આ ડીલ પર વાતચીત શરૂ થઈ હતી. 21 ડિસેમ્બર 2023ની આ ડીલ પુરી થવાની હતી. Zeeએ મર્જરની ડેડલાઈનને આગળ વધારવા માટે  Sony સાથે વાતચીત પણ કરી હતી અને આ અંગે સહેમતી બની ચુંકી હતી. જો કે આ વિકેન્ડ પર જ 30 દિવસ માટે મર્જરને પ્રભાવી રીતે આગળ વધારવા માટેની ડેડલાઈન હવે ખતમ થઈ ચૂકી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?