'ભારતીય મુસ્લિમોએ ખુદને પીડિત તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ' :ઝફર સરેશવાલા


  • Published By :
  • Published Date : 2023-06-22 15:16:44

દેશના જાણીતા મુસ્લીમ બિઝનેશ મેન અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ઝફર સરેશવાલાએ સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ હંમેશા તેમને પિડીત ગણાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારતીય મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી હતી.


ફરિયાદ કરવાનું બંધ કરો


ઝફર સરેશવાલાએ જેદ્દાહમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું કે ભારતમાં મુસ્લીમો સાથે ભેદભાવ થાય છે, પરંતું કેટલાક તત્વો દ્વારા જ તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય મુસ્લિમોએ ફરિયાદો કરવાને બદલે માત્ર શિક્ષણ પર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ સમુદાય હંમેશા આંદોલનકારી ન રહી શકે. તેણે પિડીત હોવાની વિચારસરણી પણ છોડવાની જરૂર છે. તેમણે સિવિલ સેવાઓમાં પણ ભારતીય મુસ્લિમોએ ભાગીદારી વધારવી જોઈએ તેવી પણ સલાહ આપી હતી.


'હિંદુ ભાઈઓ સામે સારી ઈમેજ રજુ કરો'


સરેશવાલાએ ભારતીય મુસ્લીમોને સલાહ આપતા કહ્યું કે તેમણે તેમના હિંદુ ભાઈ-બહેનો સાથે વાત કરીને તેમની સારી ઈમેજ રજુ કરાવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ થતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઝફર સરેશવાલા અમદાવાદના ઉદ્યોગપતિ છે અને પીએમ મોદીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...