વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. 1224 જેટલી જગ્યાઓ માટે જેટકો દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાને કારણે આ ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવી છે જેને કારણે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પરીક્ષા માટેની નવી તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ આ બધા વચ્ચે વડોદરા ખાતે પરીક્ષાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો, રાત્રે પણ વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ ત્યાં રહ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષાર્થીઓ જોડે રહ્યા હતા. આજે તેમના વિરોધનો બીજો દિવસ છે.
પરીક્ષાર્થીઓમાં ભારે રોષ
સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે જો ઓફિસમાં મોટા અધિકારીઓ ન હોય તો વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઓફિસમાં કામ કરતા નાના કર્મચારીઓની આપણે અનેક વખત કદર નથી કરતા પરંતુ જ્યારે તે નાનો કર્મચારી ઓફિસમાં હાજર ન હોય ત્યારે અનેક લોકોના કામ અટકી જતા હોય છે. ત્યારે ગામમાં પણ એવું જ હોય છે. એક તરફ સરકાર અનેક ભરતી કરવાની જાહેરાતો કરે છે પરંતુ અનેક વખત એવું થાય છે કે સરકારને જાણે ભરતી કરવામાં રસ જ ન હોય તેવું લાગ્યા કરે છે!
ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ
જેટકોના પરીક્ષાર્થીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા, વિરોધ પ્રદર્શન કરવા માટે વડોદરા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ ધરણા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ વિધાનસભાનો ઘેરાવો કરશે ઉપરાંત ઉર્જામંત્રીના ઘરનો પણ ઘેરાવો કરશે.
સરકારે પરીક્ષા માટે નવી તારીખ કરી જાહેર
વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. એક તરફ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પરીક્ષાર્થીઓ પોતાની માગને લઈ મક્કમ છે. ઠંડી છે તો પણ તેઓ ઓફિસની બહાર રહ્યા અને આખી રાત ત્યાં કાઢી. મહત્વનું છે કે સરકાર દ્વારા પરીક્ષાને લઈ નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેન્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. સરકારે તાત્કાલિક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. 28 અને 29 તારીખે પોલ ટ્રેસ્ટ લેવામાં આવશે. 7 તારીખે અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અનેક સપનાઓ તૂટે છે!
સરકાર માટે પરીક્ષા રદ્દ કરવી અને ફરીથી પરીક્ષાનું આયોજન કરવું સામાન્ય હશે પરંતુ પરીક્ષાર્થીઓ માટે આ વાત સામાન્ય નથી. નોકરી મળશે તે માટે પરીક્ષાર્થીએ અને તેના પરિવારે સખત મહેનત કરી હોય છે. એક પરીક્ષા રદ્દ નથી થતી પરંતુ અનેક સપનાઓ તૂટી જાય છે.