ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત આંદોલન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓના હીતમાં ચૈતર વસાવાએ અને યુવરાજસિહં જાડેજાએ અનુસૂચિત જનજાતીના વિદ્યાર્થીના હિતમાં આંદોલન કર્યું હતું. છેલ્લા 15 મહિનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી જેને લઈ આંદોલન કરાયું હતું. ગાંધીનગર ખાતે આવેલા બીરસા મંડા ભવનને ઘેરવાનો પ્રયાસ કરાયો. આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.
હજારો યુવાનો આંદોલન માટે થયા છે ભેગા
વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ભણવામાં કોઈ અડચણ ન આવે તે માટે યોજનાઓ શૂરૂ કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવતા હોય છે, સ્કોલર્શિપ આપવામાં આવે છે પરંતુ છેલ્લા 15 મહિનાથી સ્કોલર્શિપ નથી આપવામાં આવી. સ્કોલર્શિપ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. આ મુદ્દે યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ ગાંધીનગરને ઘેર્યું છે. બિરસા મુંડા ભવન ખાતે આંદોલન કરવા બધા એકત્રિત થયા છે. હજારો વિદ્યાર્થીઓ તેમની સાથે ગાંધીનગર ભેગા થયા છે અને નારા લગાવી રહ્યા છે.