ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ આંદોલનના સમર્થનમાં આવી છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. 20 ઓક્ટોબરે તે યાત્રા સમાપ્ત થઈ ગઈ, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને તે દરમિયાન તેઓ આક્રામક દેખાયા હતા. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. યુવા અધિકાર યાત્રા તો સમાપ્ત થઈ પરંતુ પરિણામ કંઈ ન આવ્યું તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સમાજને આગળ આવવા માટે યુવરાજસિંહ આહ્વાહન કરી રહ્યા છે.
સમાજને આગળ આવવા યુવરાજસિંહે કરી અપીલ
જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. દાંડી યાત્રા 2.0નું સફળતા પૂર્વક આયોજન કર્યું પરંતુ આ યાત્રા પોતાના ઉપદેશ્યમાં સફળ નથી તેવું કહેવાઈ રહ્યું છે. જ્ઞાન સહાયક રદ્દ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી હોય તેવું નથી લાગી રહ્યું. આ બધા વચ્ચે યુવરાજસિંહે ટ્વટિ કર્યું છે જેમાં તેમણે સમાજે હવે આ શિક્ષણ વ્યવસ્થા બચાવવા આગળ આવવું પડશે. દરેક સમાજના લોકોએ આગળ આવવું પડશે અને જ્ઞાન સહાયક રદ્દ કરાવવા મદદ કરવી જોઈએ. બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજે પોતાનું યોગદાન આપવું જ જોઈએ.
દાંડી યાત્રા 2.0નું કઈ ન આવ્યું પરિણામ?
શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા સમર્થન મળ્યું, આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસે આને લઈ તેમણે રેલી કાઢી, દાંડી યાત્રા 2.0 નું આયોજન કર્યું. એ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવું લાગે છે. સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગે છે. ત્યારે યુવરાજસિંહે સમાજને આગળ આવવા માટે આહ્વાહન કર્યું છે. ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજએ પોતાનું યોગદાન આપવું જ જોઈએ. ત્યારે પ્રશ્નએ થાય કે આ યાત્રા નિષ્ફળ ગઈ?