YuvrajSinh Jadejaએ ટ્વિટ કરી ઊર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામની યાદી પાર્ટ -2! જાણો યાદીમાં કોના કોના નામનો છે સમાવેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-12 16:23:53

યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે.  થોડા સમય પહેલા ડમી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેનો ખુલાસો કર્યો હતો. ડમીકાંડ મામલે પોલીસે જાતે કાર્યવાહી હાથ ધરી હતી. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક અપડેટ સાથે યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે નવા નામોની યાદી જાહેર કરી છે. 

યુવરાજસિંહે ઉર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામ જાહેર કર્યા! 

જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહે જાણે ફરી કૌભાંડોને ઉજાગર કરવાનો દોર શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં ઉર્જાકાંડમાં સામેલ લોકોના નામ ઉજાગર કર્યા છે. નામોની યાદી યુવરાજસિંહે બહાર પાડી છે. કોણે કેવી રીતે આ કૌભાંડને આચર્યું કોણે કેટલું કમિશન લીધું તે અંગેની ફોટામાં યુવરાજસિંહે માહિતી આપી છે. એક સમાચાર પત્રિકાનો ફોટો યુવરાજસિંહે શેર કર્યો છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?