શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી નહીં. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે શિક્ષક દિવસની ઉજવણી દેશભરમાં થઈ. આંદોલન કરવા માટે ઉમેદવારોએ શિક્ષક દિવસની પસંદગી કરી હતી. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા અને મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને પત્ર આપવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
પોલીસ દ્વારા જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો તે અશોભનિય હતો!
ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે ગઈકાલે પહોંચ્યા હતા. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તેમને રોકી દેવામાં આવતા. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા. શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું તેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ દ્રશ્યો સામે આવતા રાજનીતિ પણ ગરમાઈ ગઈ હતી. અનેક પક્ષના નેતાઓએ એ વીડિયોઝને ટ્વિટ પણ કરી હતી.
હનુમાનજીના શરણે પહોંચ્યા ટેટ-ટાટના ઉમેદવારો
ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા યુવરાજસિંહે પણ આ આંદોલનમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ આવ્યા છે. ઉમેદવારોએ અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. મુખ્યમંત્રી તેમની વાત સાંભળતા ન હતા જેને કારણે તેમણે પીએમને પત્ર લખ્યો. તેમની વાત સરકાર સુધી પહોંચે તે માટે ઉમેદવારોએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
ગુજરાતના દાદા તો નથી સાંભળતા, પરંતુ...
ત્યારે ઉમેદવારો સાથે યુવરાજસિંહ હનુમાનજીના શરણે ગયા હતા. ઉમેદવારો સાથે યુવરાજસિંહે ધૂન બોલાવી હતી. હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે જ્ઞાન સહાયક આ રદ કરાવી આપો, કાયમી ભરતી તમે હવે લાવી આપો. ત્યારે હવે હનુમાનજી કાયમી ભરતી કરાવી આપે છે કેમ તે તો સમય બતાવશે? ટેટ ટાટના ઉમેદવારોનો આંદોલન રંગ લાવે છે કે નહીં તેની પર સૌ કોઈની નજર છે.