સરકારી નોકરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કૌભાંડને Yuvrajsinhએ ઉજાગર કર્યો! જુઓ LIVE


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-29 13:19:30

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નકલી અધિકારીઓ પકડાયા છે. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!

રુપિયા લઈ બનાવટી ઉમેદવારોની ભરતી થઈ છે!

યુવરાજસિંહ અનેક વખત કૌભાંડનો પર્દાફાશ કરતા હોય છે. કૌભાંડ અંગે જ્યારે તે ફરિયાદ કરવા જતા હોય છે ત્યારે પોલીસ તેમની ફરિયાદ નથી લેતી તેવી વાત અનેક વખત તેમના દ્વારા કરવામાં આવે છે જેને કારણે તેમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે અને આવી રીતે કૌભાંડ સામે લાવવો પડે છે. સરકારી નોકરીમાં નકલી ભરતી થઈ હોવાની વાત તેમણે કરી છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે બે લોકોના નામ લીધા હતા. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે તેવી વાત યુવરાજસિંહે કરી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?