રાજસ્થાનના પ્રવાસે ગઈકાલે પીએમ મોદી હતા. રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત કોંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. વિવિધ વિષયો પર તેમણે વાત કરી. પરંતુ સૌથી વધારે પેપરલીક માફિયાઓ માટે કરવામાં આવેલા નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું. પેપરલીક માફિયાઓને પાતાળથી શોધવાની વાત પીએમ મોદીએ કરી. ત્યારે પીએમ મોદીના સંબોધન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી પેપરલીક માફિયાઓની વાત
રાજસ્થાનમાં પીએમ મોદીએ યુવાનોના ભવિષ્યની વાત કરી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં થયું હતું. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે. અનેક વખત પેપરફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પેપર ફોડનાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેવી વાત, તેવા પ્રશ્નો યુવરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.
યુવરાજસિંહે પીએમ મોદીને પૂછ્યા પ્રશ્ન
સોશિયલ મીડિયા પર યુવરાજસિંહે પીએમ મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી હતી. એક વીડિયો તેમણે શેર કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાતના યુવાનો પારકા છે? રાજસ્થાનના પેપરલીક ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ? રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહ્યા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? અનેક પ્રશ્નો પૂછી યુવરાજસિંહ જાડેજાએ સરકારને ઘેરવાનો તેમજ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.