Gyan Sahayak મુદ્દે સમાજને જાગૃત કરવા યુવાનોએ શરૂ કર્યું અભિયાન, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Boycott_Gyan_Sahayak


  • Published By :
  • Published Date : 2023-10-22 16:56:02

ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ પ્રદર્શનો, ધરણા અને આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. આ ઉમેદવારોએ આપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં દાંડી 2.0 યાત્રા પણ યોજી હતી. દાંડીથી નિકળેલી આ યાત્રાનું  ગત શુક્રવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સમાપન થયું તે પૂર્વે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે 'AAP' દ્વારા 'યુવા અધિકાર સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ યુવાનો એ એક જ સુરમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની માગ કરી હતી. યુવા અધિકાર સભાને આપના નેતાઓ અને ઉમેદવારોએ સંબોધી હતી. આ દરમિયાન અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા હતા, સત્યાગ્રહ છાવણી 'જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો' ના નારાથી ગુંજી ઉઠયું હતું. આજે પણ આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે એક વીડિયોના માધ્યમથી સમાજના અગ્રણીઓને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવાની હાકલ કરી હતી. આ મામલે યુવરાજને ટેટ-ટાટ ઉમેદવારોનું પણ જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું.


યુવરાજ સિંહે શું આહવાન કર્યું?

આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ એક વીડિયો સંદેશના માધ્યમથી વિવિધ સમાજના આગેવાનોને શિક્ષણ વ્યવસ્થાના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક યોજના નામના કાળા કાયદાનો વિરોધ કરવાની અપીલ કરી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ, શિક્ષણના કથળતા સ્તર અને શિક્ષણ શ્રેત્રે શિક્ષકોની થઈ રહેલી કરાર અધારીત ભરતીનો વિરોધ કરવા માટે અવાજ ઉઠાવવાની હાકલ કરી હતી. તેમણે તમામ સમાજના મોભીઓને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના થઈ રહેલા ચીરહરણનો વિરોધ કરવા સાથ, સહકાર અને સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું. 


ઉમેદવારોએ શરૂ કર્યું સમાજ જાગૃતિ અભિયાન 


યુવરાજ સિંહ જાડેજાની  જેમ ટેટ-ટાટ ઉમેદવારોએ પણ તેમના સમાજના આગેવાને જ્ઞાન સહાયક યોજના અને શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં જોડાવા માટે અપીલ કરવા વિનંતી કરી હતી.  ટેટ-ટાટ ઉમેદવારોએ તેમના સમાજના સમર્થન અને સાથ સહકાર માટે તથા આ મુદ્દે સમાજને જાગૃત કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. આ યુવક-યુવતીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો મારફતે તેમના સમાજના અગ્રણીઓને આ મુદ્દે આગળ આવવાની ભાવભીની અપીલ કરી પણ કરી  હતી. હાલ સોશિયલ મીડિયા પર #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ગુજરાતમાં જબરજસ્ત રીતે  ટ્રેન્ડ થઈ રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?