દાંડીથી નીકળેલી દાંડી યાત્રા 2.0 થોડા સમય બાદ ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં નિકળેલી આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. અમિત શાહના ગઢમાં ઉમેદવારો હુંકાર ભરવાના છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ થવાની છે. યાત્રા અમદાવાદ આવે તે પહેલા ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યુવરાજસિંહની આગેવાનીમાં આ યાત્રા નિકળી રહી છે.
અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0
ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિક્ષકોની ભરતી કરાર આધારીત નહીં પરંતુ કાયમી કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત તેમની માગની રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવ્યો. રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સમર્થનમાં આવી રેલીનું આયોજન કર્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં આપે દાંડી યાત્રા 2.0 નિકાળી હતી ત્યારે આજે એ યાત્રાનો અંતિમ દિવસ છે. અમદાવાદ ખાતે આજે યાત્રા પહોંચવાની છે. ત્યારે ગાંધીનગર દાંડીયાત્રાના રૂટમાં ન હતું છતાં પણ પસંદ કરવામાં આવ્યું કારણ કે આ જગ્યાઓ પર અનેક આંદોલનો થયા છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.