ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કરાર આધારિત ભરતી ન કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. કોઈ વખત શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહી. જ્યારે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ જ્યારે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેમને ઢસેડી ઢસેડીને લઈ જવાયા હતા. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.
યુવરાજસિંહે ઈજાગ્રસ્ત ઉમેદવારોની લીધી મુલાકાત
ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સરકાર સુધી ઉમેદવારોનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો સાથે એવી રીતે વર્તન કરવામાં આવ્યું જાણે તે કોઈ આતંકવાદીઓ હોય. અનેક ઉમેદવારોના શર્ટ ફાટી ગયા હતા. તો અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી હતી. ઉમેદવારોને ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલ ઉમેદવારોને ખસેડવામાં આવ્યા હતા. ઉમેદવારોના હાલચાલ પૂછવા માટે યુવરાજસિંહ પહોંચ્યા હતા.
અર્જુન મોઢવાડિયાએ સરકારને કહી આ વાત
યુવરાજસિંહે ટ્વિટ કર્યું જેમાં તેમણે લખ્યું કે આજે કોઈ વિદ્યાર્થીનો હાથ કે પગ તૂટ્યો છે. આવનાર સમયમાં અને તમારો ઘમંડ અને અહંકરા તોડીશું. ઉમેદવારોમાંથી આંદોલનકારી બનવા મજબૂર કોણે કર્યા? શું ગુજરાતમાં રહીને શિક્ષણ સચિવને મળવું ગુનો છે? વિદ્યાર્થીનો એટલી જ વાંકને કાયમી ભરતીને કાયમી ભરતી વિશે તમને પ્રશ્ન કરી રહ્યા છે? તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરી છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. યુવાઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો અને તેમની અટકાયત કરી લેવું તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર જ્ઞાનસહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી કરવાની ઘોષણા કરે.