ડમી કાંડ મામલે રોજે નવા ખુલાસા થઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે આ મામલે ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે અનેક આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. બધા વચ્ચે યુવરાજસિંહને એસઓજીએ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તે હાજર રહ્યા ન હતા.
આજે યુવરાજસિંહ એસઓજી સમક્ષ થશે હાજર!
19 એપ્રિલે હાજર થવા યુવરાજસિંહને પહેલું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બપોરના બાર વાગ્યા સુધીનો સમય તેમને આપવામાં આવ્યો હતો. પરંતુ એકાએક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ યુવરાજસિંહની પત્નીએ ટ્વિટ કરી જેમાં તેમણે પોલીસ પાસે દસ દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે યુવરાજસિંહને બીજું સમન્સ પાઠવ્યું હતું અને 21 એપ્રિલે બાર વાગ્યા પહેલા હાજર થવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે ભાવનગરમાં આર કે પાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
બિપીન ત્રિવેદીનો વીડિયો થયો હતો વાયરલ
છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ ચર્ચામાં રહ્યા છે. ડમી ઉમેદવારોનો જ્યારથી ખુલાસો થયો છે ત્યારથી આ મામલે અનેક ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડમી કાંડ મામલામાં નામ સાથે યુવરાજસિંહે અનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા આરોપી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે એસઆઈટીની રચના પણ કરાઈ હતી અને આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો બિપીન ત્રિવેદી નામના વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા હતા. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા હતા.
તબિયત બગડતા યુવરાજસિંહ હાજર ન રહ્યા હતા!
બિપીન ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વાત પણ સાચી પડી. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 19 એપ્રિલે તેમને પોલીસ સમક્ષ હાજર રહેવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારે આ અંગે અનેક તર્ક-વિર્તકો ઉભા થતા હતા કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે. તેમના ફોન પણ બંધ આવતા હતા.
મોટા ઘટસ્ફોટ કરવાની યુવરાજસિંહે કરી વાત!
જે બાદ યુવરાજસિંહના પત્ની દ્વારા ટ્વિટર કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ માટે હાજર થવા માટેનો સમય માગ્યો હતો. પરંતુ બીજી વખત પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. અને 21 એપ્રિલે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવા હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. 12 વાગ્યા પહેલા તેમને હાજર રહેવા માટે કહ્યું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે ગઈકાલે પત્રકાર પરિષદ કરી હતી અને આવનાર દિવસોમાં અનેક મોટા ખુલાસા થવાના છે તેવી વાત યુવરાજસિંહે કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ આજે પણ પત્રકાર પરિષદ કરવાના છે. યુવરાજસિંહ હાલ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.