યુવરાજ સિંહ જાડેજાએ ડમી કાંડ મામલે તેમના પર લાગેલા આરોપો અંગે કર્યો મોટો ખુલાસો, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-20 20:13:17

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ડમી ઉમેદવાર કાંડને લઈ જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહ જાડેજાએ તેમના પર લાગેલા આરોપોના જવાબ આપ્યા હતા અને આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા.


યુવરાજસિંહે શું કહ્યું?


ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતી તે જાહેર કરું છું. ઋષિ અરવિંદ બારૈયાએ પી.કે. ઉર્ફે પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની કોમર્સની પરીક્ષા અમરેલીની તુની વિદ્યામંદિર સ્કૂલમાં આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી. ઋષિના માતાએ ખોળો પાથરીને વિનંતી કરી હતી કે, એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મેં જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વિડિયો છે. 


ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે


પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ મળ્યું છે, તેમાં હું હાજર રહીશ. યુવરાજસિંહે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ.  મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. ગઈકાલે ચક્કર આવ્યા અને મૂર્છા આવી જતા SOG સમક્ષ હાજર થઈ શક્યો નહોતો.


મારા પરિવારને મળી રહી છે ધમકીઓ


ડમીકાંડ મામલે યુવરાજસિંહે દાવો કર્યો હતો કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. ડમીકાંડમાં માત્ર 36 નામ જ નથી મારી પાસે 136 નામો આપવાની તાકાત છે. નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓની પણ સંડોવણી છે. આ કૌભાંડ 2011થી નહીં 2004થી ચાલી રહ્યું છે. પોલીસ રાજકીય હાથો બનીને પ્રતાડિત કરશે તો સાંખી લેવામાં નહીં આવે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસના તમામ સવાલોના જવાબ આપીશ. જો કે તેમણે  તેમ પણ કહ્યું અમને ધમકીઓ પણ મળી છે. યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?