ગઈકાલે ડમીકાંડના આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડમીકાંડને લોકો સામે ઉજાગર કરનાર યુવરાજસિંહ હાલ જેલમાં છે. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ડમીકાંડ બાદ તોડકાંડને લઈ ચર્ચાઓ થવા લાગી. તોડકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહ સહિત 6 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં યુવરાજસિંહ સિવાયના લોકોને જામીન મળી ગયા છે પરંતુ તેમને જામીન નથી. જામીન માટે અરજી તેમના દ્વારા કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે.
યુવરાજસિંહને કોર્ટ સમક્ષ કરાયા રજૂ
રાજ્યમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવે છે. તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એવા પણ આક્ષેપો યુવરાજસિંહ પર લગાવવામાં આવ્યા હતા કે યુવરાજસિંહ જાડેજાએ જ ડમીકાંડના કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવા માટે પૈસા લીધા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે એક કરોડ જેવી રકમ કબજે કરી હતી. તોડકાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોને જામીન મળી ગયા છે જ્યારે યુવરાજસિંહ હજી પણ જેલના સળિયા પાછળ છે. ગઈકાલે ડમીકાંડના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.
યુવરાજસિંહે આપ્યું નિવેદન
લાંબા સમય બાદ યુવરાજસિંહ દેખાયા છે. યુવરાજસિંહે એક નિવેદન પણ આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે 'જેવો હું બહાર આવીશ એવું નવું જાણવા મળશે. પર્દા પાછળનું પિક્ચર હજી બતાવવાનું બાકી છે'. આજે નહીં તો કાલે ન્યાય મળશે.