બ્રેકિંગ ન્યુઝ! યુવરાજ સિંહ સામે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:33:44

ડમી ઉમેદવાર કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સામે આખરે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજ સિંહ આજે ભાવનગર SOG સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ભાવનગર  SoG અને SITની દ્વારા યુવરાજ સિંહની આખો દિવસ પૂછપરછ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પત્રકાર પરીષદ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી ઉમેદવાર કાંડ મામલે તોડ કરવાના આરોપ હેઠળ પોલીસે પાઠવ્યું સમન્સ હતું. 


શું કહ્યું ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે?


ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજ સિંહ તથા અન્યો સામે IPCની  કલમ 386, 388, 120B હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV,ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા છે.  યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.  યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપ્યા હતા. યુવરાજસિંહ અને તેમના માણસોએ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો, અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત સામે આવી. યુવરાજસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા.


કોની સામે ગુનો નોંધાયો?


યુવરાજ સિંહ અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી)


અગાઉ 8 આરોપીની અટકાયત કરાઈ


શરદ પનોત

પ્રકાશ ઉર્ફે પી.કે. દવે

બળદેવ રમેશભાઈ રાઠોડ

પ્રદીપ નંદલાલભાઈ બારૈયા

સંજય હરજીભાઈ પંડ્યા

અક્ષર રમેશભાઈ બારૈયા

મિલન બારૈયા

વિરમદેવસિંહ ગોહિલ                                                                                                                         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?