કેટલાય દિવસથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના કોઈ સમાચારો નહોતા આવી રહ્યા, અને જો સમાચાર આવી રહ્યા હતા તો તે આરોપીના આવી રહ્યા હતા જે આરોપી ડમીકાંડમાં પકડાતા હતા. હવે યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે પોલીસે તેમની સામે સાક્ષીઓ શોધી લીધા છે જે તોડકાંડ અને ડમીકાંડના સાક્ષી પણ રહ્યા છે અને પોલીસના કહ્યા મુજબ સાક્ષીની નજર હેઠળ જ તોડકાંડ અને ડમીકાંડ થયા છે. વિગતવાર વાત કરીએ શું અપડેટ છે, કોણ સાક્ષી છે, કોર્ટમાં હવે શું થશે, યુવરાજસિંહની મુશ્કેલીઓ કેવી રીતે વધી શકે છે.
યુવરાજસિંહ ક્યાંયથી છટકી ના શકે તેવો પોલીસનો પ્લાન
યુવરાજસિંહ જાડેજા ભાવનગરની જેલમાં બંધ છે તેને બે મહિના થવા આવ્યા. પોલીસે સમયાંતરે ડમીકાંડ મામલે કામ કર્યું પણ તોડકાંડ મામલે તેનાથી ઝડપે કામ થયું. પોલીસે તોડકાંડમાં છ જેટલા આરોપીને પકડ્યા જેણે ડમીકાંડના વિદ્યાર્થીઓ પાસેથી તોડ કર્યો. પોલીસ મુજબ યુવરાજસિંહ પણ તેમાં હતા. પોલીસ પાસેથી બધુ ન્યાયાલયમાં જાય. કંઈ પણ વસ્તુ સાબિત કરવી હોય તો પોલીસ ગુનો નોંધી લે તો સાબીત ના થઈ જાય. તેના માટે કોર્ટમાં સાબીત કરવું પડે કે ગુનો થયો છે અને કેવી રીતે થયો છે. તો તે સાબીત કરવા માટે જ ભાવનગર પોલીસે 18 સાક્ષીઓને તૈયાર કર્યા છે જેના 164 મુજબ નિવેદન લેવાયા છે. આ સાક્ષીઓના નિવેદનથી યુવરાજસિંહ જાડેજાની તોડકાંડમાં મુશ્કેલીઓ વધી શકે છે. ભાવનગરથી સાંભળવામાં આવી રહ્યું છે કે તોડકાંડ અને ડમીકાંડ થયું તેમાં કથિત રીતે આ 18 લોકો સામેલ હતા અને ક્યાંક તેમની નજર હેઠળ આવું બધું થયું છે. ટૂંકમાં તે આવી ઘટનાના સાક્ષી છે કે તોડકાંડ થયો છે. થયો છે તો કેવી રીતે થયો છે. ક્યાં શું ઘટના ઘટી હતી. હવે જે 164 મુજબ મેજિસ્ટ્રેટ સામે નિવેદન લેવામાં આવ્યા છે. આ નિવેદન એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે તોડકાંડનો મામલો વધારે મજબૂત કરી શકાય. તોડકાંડનો મામલો એટલો મજબૂત કરવાની પ્લાનિંગ છે કે યુવરાજસિંહ જાડેજા પર તલવાર લટકતી રહી અને જેલ બહાર ન આવી શકે.
સીઆરપીસી 164 મુજબ નિવેદન એટલે શું?
CRPC 164 મુજબ નિવેદન લેવાયા છે તેનો મતલબ શું થાય તો તે પણ જાણી લઈએ. 164ના નિવેદનને કન્ફેશનલ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. કોઇ પણ કેસના ફરિયાદી, નજરે જોનાર સાક્ષી કે ભોગ બનનાર પોતાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ 164મી કલમ હેઠળ સ્વેચ્છાએ નોંધાવી શકે છે. એકવાર સાક્ષી પાસેથી નિવેદન લઈ લેવામાં આવે છે પછી તે ફરી નિવેદનથી ફરી નથી શકતો. અપરાધ અંગે માહિતી ધરવતી વ્યક્તી પણ સામે ચાલીને મેજિસ્ટ્રેટ પાસે આ નિવેદન આપી શકે છે.164નું નિવેદન લેવાય ત્યારે કોર્ટરૂમમાં મેજિસ્ટ્રેટ, તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઇ હાજર હોતું નથી. જેના કારણે એવું માનવામાં આવે છે કે જે આરોપી અથવા સાક્ષી મેજિસ્ટ્રેટ સામે બિલકુલ કોઈ જાતના ભય વગર સાચુ બોલશે. આ સાથે જ તેને સત્ય બોલવાના શપથ પણ લેવડાવવામાં આવે છે.
શું છે તોડકાંડનો પૂરો કેસ?
તો યુવરાજસિંહ જાડેજા સામે ભાવનગર પોલીસે ગાળીયો કસી દીધો છે. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા નીકળી ના શકે તેના માટે બને એટલો કેસ સ્ટ્રોંગ બનાવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે 5 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી હતી અને ગુજરાત સામે એક નવો કાંડ રાખ્યો હતો. ત્યાર બાદ પોલીસને સૂચના મળી કે યુવરાજસિંહ જાડેજાએ આ કેસમાં કોઈ વ્યક્તિનું નામ નથી લીધું અને નામ ન લેવા માટે તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ 21 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા જ્યાં તોડકાંડ વિશે તેમને પૂછવામાં આવ્યું અને યોગ્ય જવાબ ન આપી શકવાના કારણે તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી અને ત્યાર બાદ આ કેસમાં છ જેટલા વ્યક્તિને પકડવામાં આવ્યા. આ છ જેટલા વ્યક્તિમાં યુવરાજસિંહ જાડેજાના બે સાળાના પણ નામ છે. ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાના બંને સાળા પાસેથી રોકડ રકમ મળી આવી અને બાકીની રકમ અંગે તપાસ કરવામાં આવી. આ મામલે હવે નવી વિગતો શું મળશે તે જોવાનું રહેશે પણ હાલ તો તોડકાંડમાં સીઆરપીસી 164 મુજબ 18 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું રજા આપો ધન્યવાદ