ડમી વિદ્યાર્થી મામલે યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના નામની જાહેરાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ મામલો યુવરાજસિંહ સુધી પહોંચ્યો છે. યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મુખ્યસૂત્રધાર યુવરાજસિંહ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવરાજસિંહે નામ નહીં લેવાની શરતે લાખો રૂપિયા લીધા છે.
નામ છુપાવવા યુવરાજસિંહે લીધા લાખો રુપિયા!
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેમના જૂના સાથી બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે. બિપીન ત્રિવેદીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે કહી રહ્યો છે તેમણે યુવરાજસિંહ પર આરોપો લગાવ્યા છે. તે વીડિયો મુજબ ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા રુપિયા લીધા છે.
યુવરાજસિંહે આ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા
આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું તેને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું છોડીશ નહી. લડી લેવા તૈયાર જ છીએ. બિપિન ત્રિવેદી અંગે તેમણે કહ્યું કે હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું. પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.