ખેડામાં મહિપતસિંહ ચૌહાણ સહિત 3 લોકો એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલે મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. આ બાબતે તેમણે કહ્યું કે, જે રીતે રાજકીય કિન્નાખોરી રાખી મહિપતસિંહ ચૌહાણને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
યુવરાજસિંહએ કહ્યું ‘મહિપતસિંહ ચૌહાણ એકલા નથી. ગુજરાતનો તમામ યુવા વર્ગ એની સાથે ખભો થી ખભો મીલાવી ઉભો છે. અને આ એ મહિપતસિંહ છે જેને હંમેશા જ્ઞાતિ જાતિ જોયા વિના દરેક સમાજની મદદ કરી છે. સર્વ સમાજ હિત માટે સેના ચલાવી છે. મજદૂરના હક માટે લડ્યા છે. તો ક્યારેય એને પૂછવા નથી ગયા તમે ક્યાં જ્ઞાતિ ના, જે નિઃસહાય બાળકો છે એને સક્ષમ બનાવવા શિક્ષણ એ જ સંકુલ માધ્યમ થી મદદ કરી છે. એમને ફસાવવા કે એનો અવાજ દબાવવા માટે કિન્નાખોરી રાખી ઊભા કરેલ એકપણ બનાવટી કેસથી કોઈ અસર નહીં પડે.’
વિરોધ પક્ષ પર પ્રહાર
યુવરાજ સિંહ જાડેજા સતાપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું છેલ્લે કેટલાય સમયથી ભ્રષ્ટ સત્તાપક્ષ જે પણ સામજિક આગેવાન છે, ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને હેરાન પરેશાન કરી રહી છે. મહીપતસિંહ ચિંતાના કરતા અમે તમામ આપની સાથે છીએ.