યુવરાજસિંહે સરકારને પૂછ્યા અનેક સવાલ, પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવા કરી અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-13 17:26:49

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક થતા અનેક વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હતા. ત્યારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં ભાવનગરની એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ વાતને લઈ યુવરાજસિંહે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. સવાલ કરતા તેમણે કહ્યું કે શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે? શું માનવવધનો ગુનો નથી?


યુવરાજ સિંહે સરકારને પૂછ્યા ગંભીર સવાલ 

જૂનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફૂટ્યું હતું. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ તૂટી ગયા હતા. વારંવાર પેપર ફૂટવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યા હતો. ત્યારે ભાવનગરમાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર પેપર ફૂટવાને લઈ તેમજ આપઘાતને લઈ યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.


સરકાર ક્યારે લેશે બોધપાઠ? -યુવરાજસિંહ 

સવાલ કરતા યુવરાજસિંહે સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. ક્યાં સુધી રાહ જોશે. શું પેપરફોડના આરોપીને હજી પણ છેતરપીંડીના ગુના અંતર્ગત સજા કરવામાં આવશે? શું હજી પણ સરકાર ગુજરાતના આશાસ્પદ શિક્ષિત યુવાનો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે? આરોપીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે. સરકાર ક્યારે આમાંથી બોધપાઠ લેશે. 


સરકાર આ બાબતે મૌન છે - યુવરાજસિંહ 

દિવસેને દિવસે ઉમેદવારો નિરાશ થઈ રહ્યા છે. આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. ભૂતકાળમાંથી સરકાર ક્યારે બોધપાઠ લેશે. ક્યારે એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલે જ આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સરકાર હજૂ પણ મૌન છે. 


પાયલ બારૈયાના આત્મહત્યા અંગે કરી વાત   

પાયલ બારૈયાના આત્મહત્યા અંગેની વાત કરતા તેમણે કહ્યું કે આમાં તેમનો શું વાંક છે. જૂનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા હતા તે તેમનો વાંક છે? શું આના પર માનવવધનો ગુન્હો ન લાગે? પોતાની દિકરીને પાયલના સ્થાને રાખીને વિચારજો જે જો તેમના સંતાને આવું પગલું ભર્યું હોત તો આપણે તેને આત્મહત્યામાં ખપવતા કે ખૂનમાં ખપવતા?  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?