Getcoનાં MD સાથે Yuvarajsinhએ મીટીંગ તો કરી પણ નિષ્કર્ષ શું? સાંભળો મીટિંગ બાદ Yuvrajsinhએ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 15:48:08

ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. એક તરફ માલધારી સમાજે આંદોલન સમેટ્યું છે તો બીજી તરફ વડોદરામાં જેટકો ઓફિસ બહાર આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટાઈ લીધું છે. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે જેનો વિરોધ પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા. ગઈકાલથી વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાઈ ગયું છે. 48 કલાક પુરતું આંદોલન સમેટવાની જાહેરાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પોલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ તૈયાર થયા છે. અનેક કલાકો સુધી એમડી સાથે બેઠક થઈ હતી જે બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.   

જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે ધરણા 

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ ગુજરાતમાં થતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી જાણે સામાન્ય બની ગયું છે. અનેક પરીક્ષાઓ એવી છે જેનું પરિણામ પણ આવી જાય છે તે બાદ ખબર પડે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને તે બાદ પરીક્ષાને રદ્દ કરવામાં આવે છે. જેટકોના પરીક્ષાર્થીઓ સાથે પણ કંઈક આવું જ થયું. ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા પરીક્ષાને રદ્દ કરવાની જાહેરાત કરાઈ. જેનો પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો. વડોદરામાં આવેલી જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાની હેઠળ પહોંચ્યા હતા.ઓફિસની બહાર બેસી પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.


પરીક્ષા માટેની નવી તારીખો કરાઈ છે જાહેર 

ત્યારે આજે હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. જેટકોના એમડી સાથે યુવરાજસિંહની અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. મીટિંગ બાદ આંદોલનને સમેટવાની જાહેરાત કરવામાં આવી. પરીક્ષાર્થીઓ માત્ર પોલિંગ ટેસ્ટ આપશે તેવી માહિતી આપવામાં આવી. મહત્વનું છે કે ગઈકાલે જ સરકાર દ્વારા પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે જે બાંહેધરી એમડી દ્વારા આપવામાં આવી છે તે સાચી પડે છે કે પછી....      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?