આદિપુરૂષ ફિલ્મના મેકર્સ પર બગડ્યા મહાભારતના યુધિષ્ઠિર! જાણો ફિલ્મ અંગે ગજેન્દ્ર ચૌહાણે શું આપી પ્રતિક્રિયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 12:44:35

થોડા સમય પહેલા સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરૂષ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા પણ અનેક વિવાદોમાં ફિલ્મ ઘેરાયેલી હતી પરંતુ રિલીઝ બાદ તો વિવાદો વધી ગયા. ફિલ્મના ડાયલોગ તેમજ પાત્રોની ઘણી ટીકાઓ દર્શકોએ કરી હતી. ફિલ્મ પર બેન રાખવાની માગ પણ ઉઠી હતી. ફિલ્મ પર રામાનંદ સાગરની રામાયણના પાત્રોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર તેમજ સીતાજીનું પાત્ર ભજવનાર કલાકારોએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. 


ફિલ્મની ટીકિટ પ્રાઈસમાં કરાયો ઘટાડો 

ફિલ્મ આદિપૂરૂષ સાથે વિવાદો જાણે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતી દિવસોમાં ફિલ્મે બહુ જ સારી કમાણી કરી પરંતુ ધીમે ધીમે કમાણીનો ગ્રાફ ડાઉન થતો ગયો.  ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈને હોય કે પછી ડાયલોગને લઈ હોય વિવાદો સતત વધતા જઈ રહ્યા છે. વધતા વિવાદોને જોતા ફિલ્મના અનેક ડાયલોગને બદલવામાં આવ્યા હતા. ટીકિટની પ્રાઈસમાં પણ ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ નેગેટિવ અભિપ્રાયોને કારણે ફિલ્મને અસર થઈ છે. અનેક જગ્યાઓ પર ફિલ્મને લઈ બેન લગાવવામાં આવે તેવી માગ પણ કરી હતી.


મહાભારતના યુધિષ્ઠિરે ફિલ્મને લઈ આપી પ્રતિક્રિયા

ફિલ્મને લઈ અનેક અભિનેતાઓએ અભિપ્રાયો આપ્યા છે. રામાયણ સિરિયલના પાત્રોએ ફિલ્મની ઘણી ટીકા કરી છે. ત્યારે હવે મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મને લઈ આકરા પ્રહારો કર્યા છે. ફિલ્મના ડોયલોગ લખનાર મનોજ મુન્તશીર વિશે કહેતા કહ્યું કે મને લાગે છે કે મનોજ મુન્તશીરે ડાયલોગ લખી અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. મને સમજાતું નથી કે તેના સંવાદો કયા વિચાર સાથે લખવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે ટિકિટ પણ ખરીદી હતી, પરંતુ છેલ્લી ક્ષણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. મારી અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે મારે આ ફિલ્મ ન જોવી જોઈએ.   



મુકેશ ખન્નાએ ફિલ્મની કરી હતી ટીકા

ન માત્ર મહાભારતના યુધિષ્ઠિરે પરંતુ મહાભારતમાં પિતામહ ભીષ્મનું પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુ આપતી વખતે તેમણે કહ્યું હતું કે તેમને માફ ન કરવા જોઈએ. આ ફિલ્મની આખી ટીમને 50 ડિગ્રી પર રાખીને જીવતી સળગાવી દેવી જોઈએ. મને સમજાતું નથી કે તેઓ શા માટે પોતાનો બચાવ કરી રહ્યા છે? મહત્વનું છે કે અનેક અભિનેતાઓએ આ ફિલ્મની ટીકા કરી છે.   




અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.