મનીષ સિસોદિયા બાદ યુટ્યુબર મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 13:07:09

છેલ્લા ઘણા સમયથી મનીષ નામ ચર્ચામાં આવ્યું છે. એ પછી મનીષ સિસોદિયા હોય કે પછી મનીષ કશ્યપ હોય. મનીષ નામ પર માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મનીષ સિસોદિયા પર કથિત દારૂ કૌભાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે મનીશ કશ્યપ નામના એક યુટ્યુબરે પોતાની ચેનલમાં કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા જેમાં તેનો દાવો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો થયો છે.  


મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો 

પહેલા વાત કરવી છે મનીષ સિસોદિયાની જેમનું નામ છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઇન પર છવાયેલું છે. હમણાં જ એક નવા સમાચાર આવ્યા કે સીબીઆઈ બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલાં ઈડીએ તિહાડ જેલમાં જઈ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. 


ઈડીએ કરી મનીષ સિસોદિયાની ધરપકડ 

ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કથિત દારૂ કૌભાંડનાં કેસમાં કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ હતો જે બાદ ઈડીએ તપાસ હાથ ધરી હતી. જે બાદ 9 માર્ચનાં રોજ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે પેહલા 7 માર્ચનાં રોજ દારૂ કૌભાંડનાં મામલામાં ઈડીએ તિહાડ જેલમાં મનીષની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અને ગુરુવારે બીજી વખત ઈડીએ 45 મિનીટ સુધી મનીષ સિસોદિયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી જે બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. 


યુટ્યુબર મનીષ કશ્યપ પોતાના વીડિયોને કારણે આવ્યા ચર્ચામાં   

હવે વાત કરીએ બીજા મનીષ નામના વ્યક્તિની જે પણ હાલ ચર્ચાઈ રહ્યા છે. મનીષ કશ્યપ એક યુટ્યુબર છે. પોતાની ચેનલ પર  મનીષ કશ્યપે અનેક વિડીયો મૂક્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો કરવામાં આવ્યો છે. ટ્વિટર પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા.  


વીડિયો શેર કરી બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો!

વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મનીષ કશ્યપે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાના દાવાને સાચો સાબિત કરવા માટે 'સ્ક્રીપ્ટેડ' વીડિયો શેર કર્યા હતા. 8 માર્ચે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં  પરપ્રાંતિય મજૂરો માટે અવાજ ઉઠાવવાની વાતનું પુનરાવર્તન કરીને બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


યુટ્યુબ ચેનલ પર હિંસાનો વીડિયો કર્યો હતો શેર!

જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે “તેજશ્વી યાદવ જી, તમારા ચશ્મા ઉતારો અને આ ફોટો જુઓ, કાર્યકરોના ચહેરા પર ઘા છે. જે મીડિયાએ રેકોર્ડિંગ કર્યું છે તેનો મોબાઈલ નંબર પણ છે. એકવાર વાત કર્યા પછી જુઓ કે તમે ખોટું બોલી રહ્યા છો અને તમિલનાડુમાં કામદારો ખરેખર પરેશાન છે." તે બાદ અમુક વીડિયો એવા સામે આવ્યા જેમાં ખ્યાલ આવે કે મનીષે જે વીડિયો બનાવ્યા હતા એ ફેક છે. 


ગમે ત્યારે મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ!

તમિલનાડુ પોલીસે પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં દેખાય છે કે જે પીડિત બતાવ્યા છે એ વીડિયો પહેલા હસી રહ્યા છે. આ કેસની તપાસમાં લાગેલી બિહાર પોલીસની શાખા EOUના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 30 નકલી વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ મળી આવી છે. પોલીસે આ વીડિયો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પણ પાઠવી છે. જેને લઈ ફેસબુકને 9 નોટિસ આપવામાં આવી છે જ્યારે ટ્વિટર અને યુટ્યુબને 15-15 નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત જીમેઈલને પણ ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી. અને હવે મનીષ કશ્યપ પર ધરપકડની તલવાર લટકી રહી છે!




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..