જ્ઞાન સહાયકના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત યુવા અધિકાર યાત્રાનો આજે સાતમો દિવસ હતો. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રા દાંડીથી નીકળી હતી અને આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી.આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે જિલ્લા તથા તાલુકા અને શહેરનાના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરમાં આ વિશાળ રેલીને આપના અગ્રણી નેતાઓએ સંબોધી હતી. આપના આ તમામ નેતાઓએ જ્યાં સુધી ભાજપ સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી શરુ નહિ કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડાઈ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા, ઉમેશ મકવાણા, કરશન બાપુ ભાદરકા, પ્રવિણ રામ, મનોજ સોરઠિયા અને યુવરાજ સિંહ જાડેજા સહિતના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ યુવા અધિકાર યાત્રા ગાંધી આશ્રમ જવા રવાના થઈ હતી.
આ નેતાઓએ શું કહ્યું?
આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખાનગીકરણની નિતીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં નહીં આવે તો અમે ભાજપના તમામ નેતાઓને ઘરોનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના ધારાસભ્યો અને સાંસદો મોટા મોટા બંગલામાં રહે છે. તેમના બાળકોની 5-5 લાખ રૂપિયા ફી ભરે છે. એવા ભાજપના નેતાઓ ક્યારેય આ દિવસ-રાત સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનોની વેદના નહીં સમજી શકે. તે જ પ્રકારે યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે જો સરકાર આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો સરકાર તેના પરિણામો ભોગવવા તૈયાર રહે. તેમણે કહ્યું કે કે અમે આ કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી બંધ કરાવીને ઝંપીશું. સરકાર નહીં માને તો પાયા હચમચાવી દેવામાં આવશે. શિક્ષણ મંત્રીને પડકાર ફેંકતા કહ્યું તમને ઘરે બેસાડતા પણ અમને આનડે છે. મનોજ સોરઠીયાએ લોકોને સંબોધતા કહ્યું કે સરકારી શિક્ષણ ખતમ કરવાનું આ સરકારનું કાવતરૂ ગણાવ્યું હતું અને જ્ઞાન સહાયક યોજના ભાજપની યોજનાનો ભાગ છે. પ્રવિણ રામે કહ્યું કે પહેલા ભાજપ સરકારની માનસિકતા યુવાઓ વિરોધી હતી અને હવે ભાજપ સરકારની યોજનાઓ પણ યુવાઓના ભવિષ્યને બરબાદ કરનારી છે.
ટેટ-ટાટ ઉમેદવારો સહિત અગ્રણી નેતા રહ્યા હાજર આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચતા જ યુવાનોએ ધારાસભ્ય @Chaitar_Vasava અને @YAJadeja ને ખભે બેસાડ્યા.
અને જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો ના નારા લગાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો.#યુવા_અધિકાર_યાત્રા pic.twitter.com/qajc2jdIeC
— AAP Gujarat (@AAPGujarat) October 20, 2023
આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચતા જ યુવાનોએ ધારાસભ્ય @Chaitar_Vasava અને @YAJadeja ને ખભે બેસાડ્યા.
અને જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો ના નારા લગાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો.#યુવા_અધિકાર_યાત્રા pic.twitter.com/qajc2jdIeC
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી 2.0 ગાંધીનગર સુધી યુવા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાની હેઠળ ગાંધીનગરમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહેશે ઉપરાંત રાકેશ હિરપરા, નોર્થ જોન ઉપપ્રમુખ ડો. રમેશ પટેલ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, નોર્થ જોન સેક્રેટરી મંત્રી ચંદુભાઈ પટેલ, જીલ્લા ઈન્ચાર્જ નરેન્દ્રસિંહ પરમાર, લોકસભા ઈન્ચાર્જ બિપીન ચંદ્ર ગામેતી, જીલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર અને યુવા પ્રમુખ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ખરાડી અને અન્ય જિલ્લા પ્રમુખો સહિત તમામ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ટેટ પાસ વિદ્યાર્થીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. જેમણે દાંડીથી ગાંધીનગર સુધી પગપાળા પદયાત્રા કરીને રેલીમાં ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને પ્રભાવિત કર્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાબરકાંઠા જિલ્લાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.