રાજસ્થાનમાં ધોળા દિવસે થઈ યુવકની હત્યા, બદમાશોએ ભાજપના નેતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-03 16:08:40

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. ચિત્તોડગઢના નિમ્બહેરામાં ગુરૂવારે સાંજના સમયમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં જે યુવકનું મોત થયું તે રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખના પુત્ર હતા. 

ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.

ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની 

આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ કમરકસી લીધી છે. ત્યારે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

ઘટના બાદ સાઇબર પોલીસ બંટીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

હુમલાખોરોએ યુવકને મારી 8 ગોળી  

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર વિકાસ અંજનાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બની તી જેમાં 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ઉતારી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.     




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..