યુવાધન ચઢી રહ્યું છે ડ્રગ્સના રવાડે! Gujarat Policeએ શરૂ કર્યું Anti Drugs Campaign..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 18:59:01

યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે. દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે. આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે. ત્યારે ડ્રગ્સમાંથી યુવાનો મુક્ત બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા Campaignની શરૂઆત કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે.




ડ્રગ્સને સપલાય કરવા માટે અપનાવામાં આવે છે અલગ અલગ રસ્તા 

દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાનોને સમુદ્ધ કરવા પડે, તેમના ભાવિને મજબૂત કરવું પડે.. પરંતુ આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ડ્રગ્સના રવાડે ચઢી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે. ડ્રગ્સને સપલાય કરવા માટે અલગ અલગ, નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અભિયાન

યુવાનો ડ્રગ્સમાંથી છુટી શકે તે, નશામાંથી છુટી શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ નશા મુક્તિ તરીકે કામ કરતી હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો નશામાં, ડ્રગ્સ લઈ પોતાનું જીવન ખરાબ ના કરે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશના ભાવિ ડ્રગ્સના રવાડે ચઢી પોતાનું ભાવિ ખરાબ કરે છે.. ત્યારે ડ્રગ્સનો નશો કરતા દરેક લોકોને અપીલ કરવી છે કે ડ્રગ્સ માત્ર થોડા સમય માટે આનંદ આપી શકે છે પરંતુ તે પછી જિંદગીભર પછતાવો આપે છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?