કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળ રૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ગઈકાલે સાબકાંઠાથી તો તેના થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે આજે પણ બે જેટલા વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક ઘટના મોરબીથી સામે આવી છે જ્યારે બીજી ઘટના અમરેલીથી સામે આવી છે. 37 વર્ષની ઉંમરે અમરેલીમાં એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા છે. પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. સુપ્રિટેન્ડેન્ટ વિકાસ કુમારને હાર્ટ એટેક આવતા વિભાગમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.
સાબરકાંઠાથી સામે આવ્યો હતો હાર્ટ એટેકનો કિસ્સો
જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થતા હતા પરંતુ હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદન 2-3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે સાબરકાંઠાથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. સાબરકાંઠામાં 40 વર્ષીય યુવકનું મોત હૃદય હુમલાને કારણે થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આજે પણ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે!
અમરેલીમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કસ્ટમ વિભાગમાં ડ્યુટી કરી રહેલા અધિકારીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનની અચાનક વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત મોરબીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થવાને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે તે જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોના ટીમની રચના કરી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે તેવી જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.