Gujaratમાં યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, ફરી એક જ દિવસમાં આટલા યુવાનોએ લીધા અંતિમ શ્વાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-01 12:34:05

જો તમને સિવિયર કોરોના થયો અને તેને લાંબો સમય ન થયો હોય તો વધારે કામ કરવાનું ટાળજો, વધારે કસરત કરવાનું ટાળજો.. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવી વાત પોતાના નિવેદનમાં કહી હતી. કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે વધી રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. દરરોજ સમગ્ર ગુજરાતમાં તો હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચારો સામે આવી રહ્યા છે કે આટલા વર્ષની ઉંમરના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું, શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે વગેરે વગેરે.. ત્યારે આજે પણ અનેક યુવાનોએ હાર્ટ એટેક આવવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.


દાહોદમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે છે તેવું કહીએ તો આપણે કદાચ ખોટા ન કહેવાઈએ. નાની ઉંમરે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ જેમને હજી દુનિયા જોવાની બાકી હોય છે તે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે.દાહોદમાં 19 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 



અનેક લોકોએ ગુમાવ્યો છે પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે 

તે ઉપરાંત હાર્ટ એટેકનો બનાવ સુરેન્દ્રનગરમાં પણ બન્યો છે. મોડી રાત્રે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેણે દેહને છોડી દીધો હતો.  મળતી માહિતી અનુસાર લખતર શહેરનાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું. રાજકોટથી પણ હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે પણ પંચમહાલના ગોધરામાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે ઉપરાંત થોડા દિવસો પહેલા સુરતથી પણ અનેક કેસ સામે આવ્યા હતા.

ભેળસેળ યુક્ત પદાર્થો પણ શરીર પર કરે છે અસર 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલાના જમાનામાં લોકોને સારું અને ચોખ્ખું ભોજન મળતું હતું જેને કારણે તેઓ લાંબા સમય સુધી નિરોગી રહી શકતા હતા. પરંતુ આજકાલ તો અનેક ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. અનેક સમાચાર આપણી સામે આવી રહ્યા છે જેમાં નકલી માલ પકડાય છે. તે ઉપરાંત લાઈફ સ્ટાઈલ પણ આપણા શરીર પર ઘણી અસર કરતી હોય છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?