વડોદરામાં નશામાં ચકચૂર મહિલાએ મોડી રાત્રે કર્યો હોબાળો, પોલીસકર્મીઓ પર હાથ ઉઠાવ્યો, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-27 15:31:23

સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરતી ઘટના ગઈકાલે રાત્રે બની હતી.પાશ્ચાત્ય સંસ્કૃતિનાં રંગે રંગાયેલી મહિલાએ દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા હતા. શહેરના વાસણા રોડ ખાતે પોતાની ગાડી લઈને જતી યુવતીએ સર્જ્યો અકસ્માત સર્જ્યો હતો. વાસણા રોડ પર નશામાં ચૂર મોના હિંગુ નામની કાર ચાલકે અન્ય કાર ચાલકોને અડફેટે લેતા અકસ્માત કરી રફુચક્કર થવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે ઝડપી લેતા તેણે હોબાળો મચાવ્યો હતો. કાર સવાર લોકો મહિલા સાથે વાત કરવા જતાં મહિલાએ અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા ગોત્રી પોલીસ આવી પહોંચતા યુવતીએ પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. નશામાં મદમસ્ત બનેલી મોના હિંગુનું અણછાજતું વર્તન જોઈ પોલીસ અને રાહદારીઓ પણ હતપ્રભ બની ગયા હતા. નસામાં બેફામ બનેલી યુવતીએ પોલીસ કર્મીઓ પર હાથ ઉઠાવ્યો હતો. અંતે પોલીસે 41 વર્ષની  મોના ચંદ્રકાંતભાઇ હિંગુની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ યુવતી વિરૂદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


શું છે સમગ્ર મામલો?


 વડોદરામાં ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર  પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી, કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. જેના પગલે અન્ય લોકો પણ  સ્થળ પર ભેગા થઇ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી.


સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


વડોદરામાં  વાસણા રોડ પર નસામાં ચકચૂર  યુવતીએ મોડી રાત્રે સર્જ્યો અકસ્માત હતો. અકસ્માત થતા ગોત્રી પોલીસ પહોંચી ઘટના સ્થળે હતી. જો કે બેકાબુ યુવતીએ પોલીસ સાથે કરી ઝપાઝપી કરી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૂરી બળ વાપરીને નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બેફામ બનેલી યુવતીએ પોલીસકર્મીને પણ લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, અને બધાએ આ તમાશો જોયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?