સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે વીડિયો બનાવી કરી હતી આત્મહત્યા, 2 મહિના પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દુર


  • Published By :
  • Published Date : 2023-05-28 18:05:36

અમદાવાદના સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આવેલા ટોરેન્ટ પાવર સબ સ્ટેશનના પહેલા માળે એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આજથી લગભગ 2 મહિના પહેલાં  યુવકે પોતાના પત્ની સહિત સાસરિયાઓના ત્રાસથી મોતને વ્હાલું કરતા ચકચાર મચી ગઈ હતી. યુવકે તેની કેફિયત અંગેનો વીડિયો મોબાઇલમાં ઉતારીને વાઇરલ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. આ ફરિયાદના પગલે ધરપકડ ટાળવા માટે પત્ની સહિત સાસરિયાઓ ભૂગર્ભમાં ઊતરી ગયાં છે. 


સમગ્ર મામલો શું હતો?


સરખેજમાં અક્ષય ચૌધરી નામના યુવકે પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહેતો હતો. 4 ડિસેમ્બર 2022ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો. ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી. સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષયે તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો હતો. જોકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં તે પોતાની પત્ની પ્રિયંકા, સસરા પ્રવીણ શીકારી, સાસુ ભારતી શિકારી અને અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી જીવન ટૂંકાવ્યું હતું. 


12 આરોપીઓ પોલીસને પકડથી દુર  


યુવક અક્ષયે આત્મહત્યા કરતા પહેલા અલગ અલગ 3 વીડિયો બનાવ્યા હતા. જોકે સોશિયલ મીડિયામાં એક મેસેજ બાય બાય ઓલ અને માતા-પિતાને સાચવાનો ઉલ્લેખ કર્યો હતો. પત્નીના ત્રાસને લઈ આત્મહત્યા કરતો હોવાનું અક્ષયે વીડિયો સાથે વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયો આધારે પત્ની પ્રિયંકા સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ માટે અંતિમ વીડિયો મહત્વનો પુરાવો બન્યો છે. જેને લઈ 12 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાના 58 દિવસ પછી પણ એક પણ આરોપી પકડાયો નથી.


મૃતક અક્ષયના પરિવારને ન્યાયની આશા


મૃતક અક્ષયના પિતાના જણાવ્યા પ્રમાણે છોકરાના ડાઇંગ ડેક્લેરેશન પરથી 12 લોકો સામે એફ.આઇ.આર કરી છે. આજે 58 દિવસ થયા છે છતાં ય એક પણ આરોપી હજુ સુધી પકડાયા નથી. અમે આ અંગે ડીસીપી સાહેબ, શહેર પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે સાંત્વના આપી હતી. પરંતુ કોઇ જ પરિણામ મળ્યું નથી અને આ આરોપી પૈકીના એક આરોપી અનિલભાઇ અરવિંદભાઇ દાતણિયા તેઓ નવગુજરાત કોલેજમાં પ્રોફેસર છે. હાલમાં તેમને સસ્પેન્ડ કરાવવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. તમામ આરોપીઓને વહેલીતકે પકડીને સખ્તમાં સખ્ત સજા કરીને મારા દીકરાને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?