એેમ્બ્યુલન્સ ન મળતા ગર્ભવતી પત્નીને હાથલારીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યો યુવાન, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 17:23:39

દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આપણી સરકાર શિક્ષણ, આરોગ્ય, કુપોષણ સહિતની પાયાની સમસ્યાઓનું નિવારણ કરી શકી નથી. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર લોકોને સુવિધાઓ આપવાના બદલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી મુળ સમસ્યાથી લોકોનું ધ્યાન  બીજે લઈ જતી હોય છે. દેશના બિમારૂ રાજ્ય મનાતા બિહાર,મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશમાં તો લોકોની હાલત સૌથી વધુ દયનીય છે.


મધ્ય પ્રદેશના દમોહનો વીડિયો વાયરલ


મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના રનેહ ગામનો વીડિયો આજકાલ ખુબ વાયરલ થયો છે. ગામના એક યુવાન કૈલાસ અહિરવારે તેની ગર્ભવતી પત્નીને હાથલારી દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. એેમ્બ્યુલન્સ ન મળતા તે યુવાન હાથલારી પર પત્નીને લઈ બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યો હતો પણ ત્યાં સ્ટાફ ન હતો. જોવાની બાબત એ છે કે તે યુવાન ગર્ભવતી પત્નીને લઈ જિલ્લા રેફરલ હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં પણ નર્સ કે ડોક્ટર ફરજ પર હાજર ન હતા. અંતે પત્નીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વીડિયો જોઈ લોકો રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ફિટકાર વરસાવી રહ્યા છે.  


જવાબદારો સામે કાર્યવાહી થશે?


આ ઘટના બાબતે બીએમઓ આર પી કોરીનું કહેવું છે કે આ મામલાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે. રનેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોણ ફરજ પર હતું તેની તપાસ કરી સરકાર કાર્યવાહી કરશે. એ પણ તપાસ કરવામાં આવશે કે તે સમયે 108 એમ્બ્યુલન્સ પર કોણ હતું. આ મામલે બે દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.