મેઘતાંડવ માટે રહેવું પડશે તૈયાર, જાણો વરસાદને લઈ અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-22 17:54:20

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ ખાબક્યો કે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજાએ થોડા દિવસો માટે આરામ લીધો હતો પરંતુ ગુજરાતને ધમરોળવા મેઘરાજા તૈયાર છે. પહેલા બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આવ્યું હતું પરંતુ હવે ચોમાસાએ બોસની જેમ એન્ટ્રી કરી છે. વરસાદના બે રાઉન્ડે ગુજરાતને પાણી પાણી કરી દીધું હતું ત્યારે હવે ત્રીજો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે.


આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 22 અને 23 જુલાઈ સુધી કરવામાં આવેલી આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, જૂનગઢ,સુરત, નવસારી, દમણ, દાદાનગરનો સમાવેશ થાય છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ - પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, આણંદ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ગુજરાતના મુખ્યત્વે બધા ભાગો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી 

ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહી પર લોકો ધ્યાન આપતા હોય છે. એક હોય છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી આગાહી, તો બીજી હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે.  


આ જગ્યાઓ પર આટલો વરસી ચૂક્યો છે વરસાદ

જો રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. મોટા ભાગના ડેમ ફૂલ થઈ ગયા છે. જૂનાગઢમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. માત્ર કલાકની અંદર અનેક ઈંચ વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ન માત્ર રસ્તાઓ પર દેખાયા હતા પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.