પોલીસની જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસની કામગીરી પર અનેક વખત અમે પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. અનેક વખત એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કહેવું પડતું હોય છે કે પોલીસની માનવતા મરી પરવારી છે. પોલીસમાં માનવતા જેવી વસ્તુ જ નથી વગેરે... વગેરે... આજે પોલીસની જ વાત કરવી છે પરંતુ એવા ચહેરાની જે જોવા તો મળે છે પરંતુ બહુ ભાગ્યે. એવા પોલીસ વાળાની વાત કરવી છે જેઓ દયાળું હોય છે..!
પોલીસને કારણે બચ્યો યુવતીનો જીવ
સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે.બે દિવસ પહેલા કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતા જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો. તેમાં PSI બી.એસ.પરમાર પણ હતા. યુવતી બેભાન કેમ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તપાસતા યુવતીનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ ન કર્યો અને યુવતીનો જીવ બચાવા માટે પ્રયત્ન કર્યો. પીએસઆઈએ યુવતીને ખભે ઉચકી અને ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા. તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો.
મહિલા પોલીસે કરી હતી બાળકની સંભાળ
થોડા સમય પહેલા એક આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે પોલીસની મમતા છલકાઈ હતી એક મહિલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક બેન પરીક્ષા આપવા પોતાના બાળક સાથે exam હૉલ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે 3 કલાક બાળકની સંભાળ લીધી અને તેને સાચવ્યું. લોકોએ તે પોલીસ કોન્સટેમ્બલના ઘણા વખાણ પણ કર્યા હતા
નાની બાળકીની જવાબદારી પોલીસે ઉઠાવી
અને આ તો કઈ નથી, થોડા મહિના પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો . જેમાં સુરતમાં એક બાળકના માતા પિતાના અવસાન પછી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બની . દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે ઉઠાવી. પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર પણ કરાવ્યા હતા. પોલીસે માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું એટલે પોલીસ વિશે કે કોઈ પણ વિશે છબી બનાવો તો એમની નેગેટિવ સાઈડ જોવો તો એક વાર આ સાઈડ પણ જોજો!