પહેલા તો ઉંઘના અમુક એવા ફેક્ટ પર સાંભળીએ. માણસ પોતાના જીવનના એક તૃત્યાંશ સમય સૂવામાં વીતાવે છે. જો ઉંઘ પૂરીના કરો તો માનસિક કે શારીરિક રીતે સુસ્તી લાગવા લાગતી હોય છે. માણસ એક સમયે ખાધા વગર 2 મહિના સુધી જીવી શકે છે પણ જો 11 દિવસ તે ઉંઘે નહીં તો તેનું મોત થઈ જાય છે. તો ટૂંકમાં સમજીએ તો નિંદર બહુ જરૂરી છે.
ઉંઘ શા માટે આવે છે?
ઉંઘ શા માટે આવે છે તેની વાત કરીએ તો જવાબ મળે છે કે અત્યાર સુધીમાં કોઈ ન્યૂરો સાઈન્ટિસ્ટ નથી સમજી શક્યો કે શા માટે ઉંઘ આવે છે. બસ આપણને એટલી ખબર હોય છે કે શરીરને કામ કરવા માટે ઉંઘ બહુ જરૂરી છે. મગજની જાગરુકતા માટે ઉંઘ ખૂબ જરૂરી છે. મગજમાંથી નીકળતી આલ્ફા વેવ્સ નિકળે છે અને નિંદર આવવા લાગે છે. ધીમે ધીમે આપણે ગાઢ નિંદ્રામાં પહોંચી જઈએ છીએ.
શરીર માટે કેટલી ઉંઘ જરૂરી છે?
હવે આપણે નાના હોઈએ અને ઘરડા થઈએ એના વચ્ચે ઘણી અવસ્થા આવે છે... જન્મ થાય, બાળક બનીએ, કિશોર બનીએ, વયસ્ક બનીએ, આધેડ થઈએ અને ઘરડા થઈએ.. બસ તેમજ ઉંઘના પણ લેવલ હોય... દસ મિનિટના પહેલા ફેઝને હલકી ઉંઘ કહેવાય. પછી બીજો સ્ટેજ આવે જે ગાઢ હોય છે... ગાઢ નિંદરનો સમય 20 મિનિટનો હોય છે... તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ઉંઘ્યા હોય ત્યારની 20 મિનિટથી 90 મિનિટ સુધી કોઈ સપના નથી આવતા... તમને ખબર હોય તો અમુક લોકોની આંખો ઉંઘમાં પણ હલતી હોય છે... જ્યારે કોી વ્યક્તિ 90 મિનિટની ઉંઘ પૂરી કરી લે ત્યારથી તેની રેપીડ આઈ મુમેન્ટ શરૂ થઈ જાય ચે... પછી તેની આંખો હલન ચલન કરવા લાગતી હોય છે...
ઉંઘના પણ તબક્કાઓ હોય છે
ઉંઘની અવસ્થાઓની વાત કરીએ તો પૂર્વ નિંદ્રામાં શરીરની માંસપેશીઓ ઢીલી થઈ જાય છે... હ્રદયના ધબકારા ધીમા પડી જાય અને શરીરનું તાપમાન ઘટી જાય છે... હલ્કી ઉંઘ ેટલે એવી અવસ્થા જેમાં તમને કોઈ પણ ઉઠાડી શકે છે... તમને કોઈ અડે અને તમે ઉઠી જાવ... આને હલકી ઉંઘ કહેવાય... પછી મંદ તરંગ ઉંઘ પણ હોય જેમાં શરીરમાં લોહી વહેવાનું ધીમુ થઈ જાય છે... આ એ જ અવસ્થા છે જેમાં લોકો ઉંઘમાં બોલતા હોય છે... તો હવે તમારી બાજુમાં સૂતું કોઈ વ્યક્તિ ઉંઘમાં બોલે તો સમજજો કે તે મંદ તરંગ નિંદ્રામાં છે... તમને ખબર હોય તો તમને કોઈ ઉઠાડે અને તમે એકદમ ભયાનક ગુસ્સામાં આવી જાવ... આ પરિસ્થિતિ જ્યારે ઉઠીને એકદમ અજીબ ફીલ થાય ત્યારે તે અવસ્થાને અતિ મંદ તરંગ ઉંઘ કહેવાય ... છેલ્લી બે અવસ્થા અટલે કે મન્દ તરંગ નિંદ્રા અને અતિ મંદ તરંગ નિદ્રા આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ મસ્ત રીતે ઉંઘનો અનુભવ કરતા હોય છે... દુનિયાના 90 ટકા લોકો આ ઉંઘ કરે છે...
હવે એવો પણ સવાલ થાય કે કેટલું સૂવું જરૂરી છે...
તો બાળકોને 17 કલાકની ઉંઘ અતિ જરૂરી છે... કિશોરાઅવસ્થામાં 9થી 10 કલાક સૂવું ખૂબ જરૂરી છે... વયસ્કો માટે 8 કલાકની અને ઘરડા લોકો માટે પણ આઠ કલાકની ઉંઘ જરૂરી છે... પણ ઘરડા લોકોને શરૂઆતના ત્રણ ચાર કલાક જ ઉંઘ આવે છે પછી તે પથારીમાં પડખા જ ફરતા હોય છે... પછી તેમને ઉંઘ નથી આવતી... સારા સ્વાસ્થ્ય માટે ઉંઘવું ખૂબ જરૂરી છે.. મહાન કવિ સેક્સપીયરે ઉંઘને જીવવનો સૌથી ઉત્તમ પોષાક કહ્યો છે... આ સિવાય જીવન માટે આહાર ઉંઘ અને મૈથુન પ્રાકૃતિક કર્મ મનાયા છે...
સારી ઉંઘ માટે શું કરવું?
અમૂક લોકોને ઉંઘ નથી આવતી તો તે ઉંઘવા માટે દવા લેતા હોય ચે... જે શરીર માટે અતિ ગંભીર છે... સારી ઉંઘ લેવા માટે ભોજન ખૂબ જરૂરી છે... રાત્રે સૂતા પહેલા નહાવાથી સારી ઉંઘ આવે છે... સંતોષી મન બનાવીને ઉંઘીએ તો સારી ઉંઘ આવે... જો મનમાં કોઈ ખોટ રાખીને સૂઈએ તો રાત્રે નિંદર ઉડી જ જતી હોય છે... રાત્રે સૂતા પહેલા એક વાતનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે લાઈટ બંધ હોવી જોઈએ...
ઉંઘના હવે અમુક ફેક્ટ્સ પણ જાણી લો
માણસ પોતાના જીવનમાં 25 વર્ષ તો સૂવામાં વિતાવે છે
બિલાળી પોતાના જીવનનો સીતેર ટકા સમય સૂવામાં વિતાવે છે
જો કોઈ વ્યક્તિ સતત 16 કલાક જેટલું જાગી જાય તો તે દારુના નશામાં હોય તેવું તેને લાગવા લાગતું હોય છે
પૂરી દુનિયામાં 15 ટકા લોકોને ઉંઘમાં ચાલવાની બીમારી છે. 5 ટકા લોકોને ઉંઘમાં બોલવાની ટેવ હોય છે.
સસલું આંખો ખુલી રાખીને સૂવે છે અને ઘોડો ઉભા ઉભા જ સૂઈ શકે છે,,,
માણસને હાર્ટ એટેક 3થી 4 વાગ્યા વચ્ચે જ આવે છે કારણ કે આ સમયમાં શરીર એકદમ ઢીલુ પડી ગયું હોય છે...
અમેરિકામાં 8 ટકા લોકો રાત્રે સંપૂર્ણ નગ્ન થઈને સૂવે છે...
જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમને ક્યારેય છીંક નથી આવતી
જ્યારે દુનિયામાં કલર ટીવી ના હતા ત્યારે લોકોને બ્લેક એન્ડ વાઈટ સપના આવતા હતા