આપ વાળા આ જબરૂ લાવ્યા છે, કહે છે પટેલ છે એટલે અટકાયત કરી!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:09:00

દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.   

ગોપાલ ઇટાલિયાની ધરપકડ મામલે ઇસુદાન ગઢવીએ  પ્રતિક્રિયા આપી અને કહ્યું "ભાજપને પટેલો થી નફરત છે અને એટલે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ કારણકે તે પટેલ સમાજ માંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ કરોડોના કોમભાંડ કર્યા નથી . તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું ? વધુમાં તેમણે કહ્યું સરદાર પટેલ અગ્રેજોથી ડર્યા નોહતા એટલે  એમના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ ભાજપની જેલ ડરાવી શકશે નહીં સમગ્ર પટેલ સમાજ અને તેમના યુવાનોમાં આજે રોષ છે. અને આ આખું ષડયંત્ર C R પાટિલ દ્વારા રચવામાં આવ્યું છે. અને આ મામલે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચડ્ડાએ પણ ટ્વીટ કર્યા છે 



 

જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુંટણી લડવાની વાત કરી ત્યારે તમામ નેતાઓ કેહતા હતા કે અમે અલગ રાજનીતિ કરીશું અમે મુદ્દાની વાતથી ચુંટણી લડશું ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે હવે શું એવું માનવાનું કે ગુજરાત જીતવા માટે જાતિ અને ધર્મની રાજનીતિનો સહરો લેવો પડે છે જે લોકો રાજનીતિ બદલવાની વાત કરતાં હતા.એ હવે પોતે જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરતાં દેખાય રહ્યા છે  












  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.