ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતુ જાય છે. લોકો સુધી પોહચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લુણાવાડા ઇન્દિરા મેદાનમાં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ અને જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ લાગ્યો છે. ગરબાના સ્પોન્સર બનતા અંગે ભાજપને આ વખતે પાછળ મૂકી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે. વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે.
આપની તૈયારીયો
એક તરફ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ છે ત્યાં બીજી તરફ ચુંટણીને લઈને પણ જોશ છે. એટલે નવરાત્રી તહેવારને ચુંટણી સાથે જોડવામાં આવી રહી છે. નવરાત્રિના પાસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ફોટો છાપતાં વિવાદ સામે આવ્યો છે. મહીસાગર વહીવટી તંત્રએ આપ્યો એક મોકો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને અને વિવાદનો મુદ્દો સામે આવ્યો છે. અને જેના
કારણે વિપક્ષના કાર્યકરોમાં રોષ ભર્યો છે.