'AAP' લાવ્યા ચૂટણીની પ્રચાર અવનવી રીત !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:29:58

આપ ગુજરાત જીતવા માટે પૂરી તૈયારીઑ કરી રહી છે ત્યારે આપ રોજ કઈક નવો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અવનવી રીતો અપનાવી રહ્યા છે લોકોને આકર્ષવા માટે અને હવે  તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું.  જેમાં અરવિંદ કેજરીવાલ આવશે એવી રીતે ચુંટણી પ્રચારનું ગીત ગાયું હતું. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

 

આવશે કેજરીવાલ.. નવરાત્રી ગરબો !!!!!

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જોરશોરથી બનાવાય છે. અને દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગરબાના અંદાજમાં કેજરીવાલે આવશે અને તેની સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


 

હમણાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ગરબામાં ભાગ લીધો હતો અને ભગવંતમાન પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટી નવરાત્રી તહેવારને પણ રાજનીતિનું રૂપ આપી રહી છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.