પ્રોટેમ સ્પીકર તરીકે વયોવૃધ્ધ યોગેશ પટેલના નામની જાહેરાત, ચૂંટાયેલા MLAને શપથ લેવડાવશે


  • Published By :
  • Published Date : 2022-12-14 14:16:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના 17 સભ્યોના પ્રધાન મંડળે તેમનો હવાલો પણ સંભાળી લીધો. હવે જ્યારે વિધાનસભાના સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિધાનસભાના પ્રોટેમ સ્પિકર તરીકે વયોવૃધ્ધ અને ખુબ અનુભવી ધારાસભ્ય યોગેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. 


યોગેશ પટેલ બન્યા નવા પ્રોટેમ સ્પીકર


વડોદરાના માંજલપુરના ધારાસભ્ય  યોગેશ પટેલ નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર હવે  તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ વિધાનસભાના નવા સભ્યોને શપથ લેવડાવવા, ફ્લોર ટેસ્ટ કરવાનું અને વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે.


આગામી 23 તારીખે મળશે વિધાનસભાનું સત્ર

 

રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળે તેવી શક્યતા છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.


બંધારણમાં પ્રોટેમ સ્પીકરના પદની છે જોગવાઈ 


ભારતના બંઘારણની કલમ 180 હેઠળ રાજ્યપાલની પાસે ગૃહના સ્પીકરની પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા છે. વિધાનસભાના સૌથી અનુભવી સભ્યની પ્રોટેમ સ્પીકરના પદ માટે કામચલાઉ ધોરણે પસંદગી કરવામાં આવે છે. જો કે જ્યારે વિધાનસભાના નવા સ્પિકરની નિમણૂક થઈ જાય છે બાદમાંપ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને માત્ર પ્રોટેમ સ્પીકર જ શપથ અપાવે છે. શપથવિધિનો સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?