હા આ ગુજરાત તમે બનાવ્યું છે, પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-09 14:56:04

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપના સૂત્ર પર આકરા પ્રહારો કર્યા.10થી વધુ ટ્વિટ કરી ભાજપના કેમ્પેન સામે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે,કોરોનામાં ટળવળતુ ગુજરાત,તમેજ બનાવ્યુ છે..! 

ટવીટરથી કર્યા શાબ્દિક પ્રહાર 

ભાજપના નવું સૂત્ર કે, આ ગુજરાત અમે બનાવ્યું છે જેને લઈને પરેશ ધાનાણીએ ટ્વિટ કરતાં રાજકારણ ગરમાયું છે  ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી રાજકારણના કદાવર નેતા કહેવાય છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ અનેક નેતાઓને ચુંટણીમાં પછાડી દીધા છે. ધાનાણી સતત પક્ષ સામે છેકથી આક્રમક મૂડમાં રહેતા હોય છે. 

નરેન્દ્ર મોદી લાવ્યા આ સૂત્ર 

વલસાડના કપરાડામાં જ્યારે સભા હતી તે દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે.પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે.“આ ગુજરાત મેં બનાવ્યું છે.”વલસાડની સભામાં વારંવાર આ શબ્દો નરેન્દ્ર મોડી બોલ્યા હતા ત્યારબાદ બીજેપીએ આ સૂત્રને લઈને કેમ્પેન ચલાવ્યું હતું અને સોંગ પણ લોન્ચ કર્યું હતું 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...