Yes બેંકના રાણા કપૂરને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-08-04 15:19:17

દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડ્રિંગ મામલે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની જમાનત અરજીને ફગાવી દીધી છે. કોર્ટે યસ બેંકના ફાઉન્ડરની જામીન અરજીને ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે કડક શબ્દોમાં રાણા કપૂરની ઝાટકણી કાઢી કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ સિસ્ટમને હચમચાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રાણા કપૂરને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 


કોર્ટે રાણા કપૂરની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટે રાણા કપૂર સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમની જામીન પર વિચાર કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને હલાવી નાખી હતી. તમને રાહત ન મળી શકે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. વર્ષ 2020માં સીબીઆઈ અને ઈડીએ તેમની સામે લાંચ, ભ્રષ્ટાચાર, અને મની લોન્ડ્રિંગના અનેક કેસમાં કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


યસ બેંક કૌંભાંડમાં બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોએ 100થી વધુ નાની-નાની કંપનીઓ બનાવીને રકમને ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાણા કપૂરે તેમની પત્ની માલિકાની કંપનીને 87 કરોડ રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. આ કેસમાં રાણા કપૂર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. માર્ચ 2020માં આરબીઆઈએ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી યસ બેંકને રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ તેના  AT1 બોન્ડ્સને રાઈટ ઓફ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આ નિર્ણય યસ બેંકને બચાવવા માટે કર્યો હતો. આરબીઆઈને મંજૂરીથી યસ બેંકએ  8,415 કરોડ રૂપિયાના AT-1 બોન્ડ્સને ખાલખાધમાં નાખીને માંડવાળ કરી બોન્ડની વેલ્યૂ ઝીરો કરી નાંખી હતી. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકોના કરોડો લોકોના રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?