બિપોરજોય વાવાઝોડું અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારા પર સૌથી વધું ખતરો વાવાઝોડાને કારણે તોળાઈ રહ્યો છે. ત્યારે ભારે પવન અને વરસાદ હોવાને કારણે દ્વારકા મંદિરમાં બે ધ્વજાઓ ફરકી રહી હતી. પરંતુ હવે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા ધજા ન ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે 17 જૂન સુધી દ્વારકાધીશ મંદિર પર ધ્વજા નહીં ચઢે. ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મંદિરની એક ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સવારે બે ધજાઓમાંની એક ધજા ખંડિત થતાં અનેક ભક્તોની લાગણી દુભાઈ છે તો અનેક લોકોએ આને સારો સંકેત ગણવ્યો છે.
Biparjoy વાવાઝોડાની અસરને કારણે Devbhoomi Dwarkaમાં ભારે પવન ફૂંકાતા જગત મંદિર પર ચઢાવેલ બે ધ્વજામાંથી એક ધ્વજા ખંડિત થઈ #dwarka #dwarkadhish #devbhoomidwarka #biparjoy #biparjoycyclone #jamawat #jamawatupdate pic.twitter.com/2oeLQquapA
— Jamawat (@Jamawat3) June 14, 2023
બે ધજામાંથી એક ધજા થઈ ખંડિત!
બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જગતના નાથ ભગવાન દ્વારકાધીશ બિપોરજોય વાવાઝોડાના મહાસંકટથી આપણા રાજ્યને હેમખેમ ઉગારી લે તે માટે જગતમંદિર પર 2 ધજા એકસાથે ચડાવવામાં આવી હતી..જેની પાછળ એવી માન્યતા છે કે 2 ધજા ચડાવાઇ હોય તો ભગવાન સંકટ પોતાના માથે લઇ લે.. જો કે આજે દ્વારકામાં ભારે પવનને કારણે જે 2 ધજા ચડાવવામાં આવી હતી તેમાંની એક ધજા ખંડિત થઇ ગઇ છે. શ્રદ્ધામાં માનતા લોકો ધજા ખંડિત થવાની આ ઘટનાને એક સંકેત તરીકે ગણી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે ભગવાને કદાચ ખરેખર સંકટ પોતાના માથે લઇ લીધું છે. તો કેટલાક ભક્તો માગણી પણ કરી રહ્યા છે કે ધજાને હવે બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત એક કાપડ જ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
17 જૂન સુધી દ્વારકા મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધજા!
સામાન્ય દિવસોમાં જગતમંદિર જે હજારો-લાખોની ભીડથી ઉભરાતું હોય છે. ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે.. જો કે આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે. આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની રહી છે કે સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે..
ગુજરાત માટે આગામી કલાકો ભારે!
ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય...