ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા તમામ રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 182 સીટ માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. હવે સવાલ એ થાય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પવિત્ર યાત્રાધામો પર કયા પક્ષનો વિજય થયો છે.
વર્ષ 2017માં પરિણામો કેવા રહ્યા હતા
મતદારોમાં ભાજપ હિંદુત્વની વિચારધારા ધરાવતો પક્ષ મનાય છે. કટ્ટર હિંદુ મતદારો પણ તે પાર્ટીને આંખો બંધ કરીને મત આપે છે. જો કે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામો પર બિનસાપ્રદાયિક મનાતા કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ છે. રાજ્યના ખ્યાતનામ અને હિંદુ-જૈન આસ્થાનું પ્રતિક મનાતા 11 યાત્રાધામોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જ્યારે માત્ર ત્રણ જ સીટ ભાજપના ફાળે જઈ છે.
વર્ષ 2022માં યાત્રાધામ મતક્ષેત્રમાં સસ્પેન્સ ચથાવત
ગુજરાતના 11 પ્રસિદ્ધ યાત્રાધામ ધરાવતા મતક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન હંમેશાથી સસ્પેન્સ જોવા મળ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં ભાજપનો અને આઠમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. હવે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામો આવશે તેને લઈને કુતુહલતા જોવા મળી છે.