AAPની મહેસાણામાં યાત્રા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:18:39

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેઓ મેહસાણા પહોંચ્યા. મેહસાણામાં આજે આપની તીરંગા નીકળી. જેમાં મનીષ સિસોદીયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. 


મહેસાણામાં aapની પરિવર્તન યાત્રા 

 મહેસાણામાં આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં તેમણે કહ્યું, હું દિલ્હીથી તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે 27 વર્ષથી તમે ભાજપને મોકો આપીને જોઇ લીધું છે, હવે એકવાર કેજરીવાલજીને મોકો આપો. 27 વર્ષ સુધી તમે ભાજપને મોકો આપ્યો પણ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓ પર જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે તમે લોન પર જીવો. રોજગાર તો છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાનાં પેપર લીક કરી દો, જેનાથી બાળકો આત્મહત્યા કરી દે છે કે અથવા પોતાના ઘરે બેસી જાય છે. આ બધું તો આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા 27 વર્ષથી ચાલ્યું આવે છે, જો તમારે આ બધું બંધ કરાવવું હોય તો કેજરીવાલજીને એક મોકો આપીને જોઇલો.


6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લા ફરશે 

મનીષ સીસોદિયા 6 દિવસમાં ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે એમને પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે . આ દરમિયાન તેઓ મતદારો ને આકર્ષવાનો પ્રયાસ કરશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?