આગ્રામાં 45 વર્ષ બાદ તાજમહેલની દીવાર સુધી પહોંચ્યું પાણી, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, વહીવટી તંત્ર સતર્ક


  • Published By :
  • Published Date : 2023-07-18 15:40:40

ચોમાસાના આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને તેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગ્રામાં યમુનાનું જળસ્તર રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું, જેના કારણે 45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે. દિલ્હીમાં કહેર વરસાવ્યા બાદ હવે આગરા અને મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચી ગયું છે. આગ્રામાં યમુના નદીની જળ સપાટી અઢી ફિટ ઉપરથી વહી રહ્યું છે. હવે 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દિવાલને સ્પર્શી લીધુ છે. તે જ પ્રકારે તાજ મહેલની આસપાસ બનેલા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તાજગંજ સ્મશાન અને પોઈયાઘાટ બંને સંપુર્ણપણે જળમગ્ન નજરે પડી રહ્યું છે. જ્યારે પ્રાચીન દશેરા ઘાટ, એત્માદૌલા, રામ બાગ, મેહતાબ બાગ, જોહરા બાગ, કાલા બાગ જેવા વિસ્તારો પર પૂરનો ખતરો તોળાઈ રહ્યું છે. 


વહીવટીતંત્ર એલર્ટ મોડ પર


આગ્રામાં તાજમહેલ પાસે ASIએ પ્લિંથ પ્રોટેક્શનનું કામ કર્યું છે, આ વખતે યમુનાનું પાણી ત્યાં સુધી પહોંચી ગયું છે. ASI ઓફિસર પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું છે 1978માં ભારે પૂરની સ્થિતિના કારણે પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શ્યુ હતુ જે બાદ હવે 45 વર્ષે ફરી તાજમહેલની દિવાલને પાણી સ્પર્શ્યા છે. આગ્રામાં પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર પણ ફુલ એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા ફ્લડ આઉટપોસ્ટ બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?