ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબમાં સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવા વિચારણા કરી છે. તેવી ટ્વિટ મુકાતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો હતો. વ્યંગ કરતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતની કરતા પણ નથી આવડતું.
ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર થઈ રાજનીતિ
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ સરકાર વિરૂદ્ધ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. તે બધા વચ્ચે પંજાબની આપ સરકારે ops લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પંજાબ સરકારે આ અંગેનું ટ્વિટ કર્યું હતું. ગોપાલ ઈટાલીયાએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ગોપાલ ઈટાલીયાની ટ્વિટ પર ભાજપે કર્યો કટાક્ષ
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ ટ્વિટ પર રાજનીતિ કરી છે. યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલીયા પર નિશાન સાધતા કહ્યું કે જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ તો બીજી બાજુ ગુજરાતનો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી લીધો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.