G20 સંમેલનમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે આ બાબતે થઈ તકરાર, Video


  • Published By :
  • Published Date : 2022-11-16 21:54:58

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 સમિટથી ઇતર પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની આ વાતચીત ' તીખી તકરાર' જેવી જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જિનપિંગ અને ટ્રુડો વચ્ચે બંને નેતાઓ વચ્ચે પહેલા થયેલી અનૌપચારિક વાતચીતની માહિતી 'લીક' થવા પર વાતચીત ચાલી રહી હતી.


ટ્રુડોએ જિનપિંગને આપ્યો જોરદાર જવાબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાજ જિનપિંગે ટ્રુડોને કહ્યું, "આપણે જે પણ ચર્ચા કરી તે લીક થઈ ગઈ, તે યોગ્ય નથી." સ્થળ પર હાજર ચીની ભાષાના અનુવાદકે જિનપિંગને આ કહેતા સાંભળ્યા. જવાબ આપતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ "મુક્ત, ખુલ્લા અને નિષ્પક્ષ સંવાદ"માં વિશ્વાસ રાખે છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું,  તેમણે તેમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં એવી ઘટનાઓ બનતી રહેશે જેના પર આપણે અસંમત હોઈશું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.