Xએ કર્યો મોટો ઘટસ્ફોટ, 'ભારત સરકારે ખેડૂત આંદોલન સંબંધિત એકાઉન્ટસ અને પોસ્ટ બ્લોક કરાવ્યા'


  • Published By :
  • Published Date : 2024-02-22 15:23:02

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  X (Twitter)એ ખેડૂત આંદોલન 2.0થી સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. કંપનીએ ગુરૂવારે (22 ફેબ્રુઆરી 2024)ના રોજ દાવો કર્યો છે કે ભારત સરકારે ખેડૂતો સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કરાવ્યા છે. જો કે કંપનીએ કહ્યું છે તેણે મજબુરીમાં સરકારના આદેશનું પાલન કરવું પડ્યું છે. કંપની સરકારના આ નિર્ણયથી અસહમત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)એ ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને બ્લોક કરવાના ભારત સરકારના આદેશ અંગે ગુરૂવારે તેની અસહેમતી વ્યક્ત કરી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરી હતી. 


સરકારે કર્યો છે આદેશ


સુત્રોના જણાવ્યા મુજબ માહિતી અને પ્રસારણ મંત્રાલયએ ગૃહ મંત્રાલયના અનુરોધ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત 117 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંકને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 


Xએ શું કહ્યું?


અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk)ની માલિકીની Xએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ભારત સરકારે હુકમ જારી કર્યા છે. જેમાં Xને ખેડૂત નેતાઓના એકાઉન્ટ્સ અને પોસ્ટ પર કાર્યવાહી કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. તે મોટા દંડ અને જેલ સહિતનાગુનાને પાત્ર છે. આ આદેશના પાલનમાં, અમે ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને પ્રતિબંધિત કરીશું. જો કે, અમે આ ક્રિયાઓ સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ.”


Xએ સરકારના આદેશને સાર્વજનિક કરવાની માંગ કરી  


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના આદેશને પડકારતી રિટ અપીલ હજુ પેન્ડિંગ છે. આ ઉપરાંત Xએ પારદર્શિતા વધારવા માટે આ આદેશને સાર્વજનિક કરવા હાકલ કરી હતી. પારદર્શિતા માટે તે જરૂરી છે. આને જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ મનાય છે અને મનસ્વીપણે નિર્ણયો લેવાય છે તેવી લોકોને પ્રતિતી થાય છે.”



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...