આજથી IND vs AUS વચ્ચે WTC Finalનો પ્રારંભ,જાણો બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 13:00:29

આજથી લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆત થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આ ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગે શરુ થશે. ઓવલ ખાતે હાલ આ મેચને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને બંને ટીમો આ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતીને વિશ્વ વિજેતા બનવા માટે તૈયાર છે. 


ઓવલમાં બંને ટીમનો દેખાવ

જો ઈંગ્લેન્ડમાં બંને ટીમના દેખાવની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 176 ટેસ્ટ મેચ રમી છે અને 69 ટકા મેચ જીતી છે, જ્યારે ટીમ ઈન્ડિયા કુલ 68 મેચ રમી છે અને તેમાંથી માત્ર 9 મેચ જીતી છે, જ્યારે હાલ જ્યાં WTC ફાઈનલ રમાવાની છે, તે ઓવલ ગ્રાઉન્ડમાં બંને ટીમના દેખાવની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 38 ટેસ્ટમાંથી માત્ર 7 ટેસ્ટ મેચ જ જીતી શકી છે, જ્યારે ટીમ ઈન્ડિયા આ મેદાન પર 14 ટેસ્ટમાંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે, એટલે બંને ટીમો માટે આ ગ્રાઉન્ડ પરનો મુકાબલો ઘણો રસપ્રદ રહેશે. 


બંને ટીમના સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, 


સ્ટેન્ડબાય ખેલાડીઓ: અક્ષર પટેલ,ઉમેશ યાદવ, જયદેવ ઉનકડ, ઉમેશ યાદવ. ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ.


ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ ઈલેવન : પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, ડેવિડ વોર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર),સ્ટીવ સ્મિથ, કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ,ઉસ્માન ખ્વાજા,મિશેલ માર્શ, નાથન લિયોન, 


સ્ટેન્ડબાય ખેલાડીઓ: ટોડ મર્ફી, માઇકલ નેસર, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, મેથ્યુ રેનશો,માર્નસ લાબુશેન.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?