ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લંડનના ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં ટોસ ઉછળ્યાં બાદ ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, કાંગારુઓને માત આપવા ઉતરેલી ભારતીય ટીમ એક સ્પિનર અને ચાર પેસર્સ સાથે ફિલ્ડિંગમા ઉતરી છે.
ટીમ ઈન્ડિયામાં એક સ્પિનર અને ચાર પેસર્સ
ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને એક સ્પિનર તરીકે અને શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પેસર્સ તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્લર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કે એસ ભરતને બેટર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.
બંને ટીમના પ્લેઈંગ ઈલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર,ઉસ્માન ખ્વાજા,માર્નસ લેબુશેન,સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન,સ્કોટ બોલેન્ડ.