આદિપુરૂષ ફિલ્મના ડાયલોગને લઈ લેખક મનોજ શુક્લાએ ભૂલ સ્વીકારી! હાથ જોડી રામ ભક્તોની માફી માગતા લખ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 12:53:21

બોલિવુડની અનેક ફિલ્મો એવી છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. તેવી જ એક ફિલ્મ હતી પ્રભાસ અને ક્રિતી સેનનની આદિપૂરુષ. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. પહેલા ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈ, તો પછી ફિલ્મના ડાયલોગને લઈ વિવાદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં એવા અનેક ડાયલોગો હતા જેને સાંભળીને નાસ્તિકમાં રહેલી હિંદુત્વની ભાવના પણ કહેવા લાગે કે સાવ આવું તો ના હોય યાર. પ્રમોશન વખતે કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રામાયણ પર આધારિત છે, પરંતુ જ્યારે વિવાદ વધ્યો ત્યારે બચાવમાં કહેવાયું કે આ રામાયણ નથી પરંતુ આદિપુરૂષ ફિલ્મ છે.

મનોજ શુક્લાએ સોશિયલ મીડિયા પર માગી માફી

ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે સારી કમાણી. શરૂઆતના દિવસોમાં જ ફિલ્મે 300 કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. પરંતુ જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ફિલ્મની કમાણી પણ ઘટતી ગઈ. અનેક શોને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરને પણ ઘણા ટ્રોલ કર્યા હતા. ફિલ્મના ડાયલોગ્સ માટે ઘણી વખત તે બચાવ કરતા દેખાયા હતા. ડાયલોગને બદલવામાં પણ આવ્યા હતા. પરંતુ આ મામલે મનોજ મુન્તશીરએ સામે ચાલીને લોકોની માફી માગી છે. ભૂલનો સ્વીકાર કર્યો છે.  

Prabhas starrer film `Adipurush` again gets in controversy after releasing  new poster | 'આદિપુરુષ' ફસાઈ વિવાદના વમળમાં

આદિપુરૂષ ફિલ્મને લઈ લેખકે માગી માફી 

માફી માગતી પોસ્ટ કરતા તેમણે લખ્યું કે 'હું સ્વીકારું છું કે આદિપુરુષ દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને, હું તમારા બધા ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રીરામના ભક્તોની નિષ્ઠાપૂર્વક માફી માગું છું. ભગવાન બજરંગ બલી આપણને બધાને આશીર્વાદ આપો. આપણે એક અને અખંડ બનીને પવિત્ર સનાતન ધર્મ અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.' આ પોસ્ટ મૂકતાની સાથે જ ટ્વિટર પર મનોજ શુક્લા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. હવે લેખકે માગી માગી છે પરંતુ લોકો હજી પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?